ઈસ્લામાબાદ: લાહોરની આતંકવાદ વિરોધી અદાલતે (ATC) પાકિસ્તાનના કુખ્યાત આતંકી હાફિઝ સઈદને 11 વર્ષની જેલની સજા થઈ છે. બે કેસમાં સાડા પાંચ- સાડા પાંચ વર્ષની સજા સંભળાવી છે. દરેક કેસમાં સાડા પાંચ એમ કુલ બે કેસની 11 વર્ષની જેલની સજા થઈ છે. આ સાથે તેના પર 1.50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આતંકી સંગઠનના ચીફ હાફિઝને ટેરર ફંડિંગના બે કેસમાં દોષિત જાહેર કરવામાં  આવ્યો છે. તેને 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સઈદ પ્રતિબંધિત જમાત ઉદ દાવાનો નેતા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube